કદમ અટકી ગયા જ્યારે અમે પહોંચ્યા બજારમાં વેચાય રહ્યાં હતાં સંબંધ ખુલ્લે આમ વ્યાપારમાં ધ્રૂજતા હોઠો એ અમે પૂછ્યું: " શું છે કીમત સંબંધની?"
દુકાનદારે કહ્યું: કયો લેશો? " બેટા નો" આપુ,કે "પિતાનો" "બહેન" નો કે "ભાઈનો" ?" "કયો લેશો"?
"માણસાઈનો" આપું કે " પ્રેમનો" આપું? "માં" નો આપું કે "વિશ્વાસ નો"? "કયો આપું" ? બોલો તો ખરા ચૂપચાપ ઊભા છો કઈક બોલો તો ખરા! " મેં ડરીને" પૂછ્યું: "દોસ્તનો સંબંધ"? દુકાનદાર ભીની આંખે બોલ્યો: "સંસાર" આ "સંબંધ" પર જ ટકેલો છે."માફ કરજો! આ " સંબંધ" બિલકુલ નથી. આનું કોઈ "મૂલ્ય" લગાવી શક્યું નથી પણ જે દિવસે આ વેચાય જશે, એ દિવસે આ સંસાર ઉજ્જડ થઈ જશે. સારું છે. પાંપણનું કફન" છે. નહિતર આ "આંખમાં" ઘણું બધું "દફન" છે.
બાકી આંખમાં લોહીના પાણી છે આજે આ સંબંધમાં નહી રહેતા એવાને કોઈ આંસુ લૂછનાર નથી.દુકાનદાર વિશ્વાસનાં સંબંધ માં કહ્યું કે વિશ્વાસ નો સંબંધ છે. પણ તેની કોઈ જ ખાત્રી નથી કે તે તમને ક્યારેય દગો કરી લે વિશ્વાસ ઉપર જ દુનિયાનો પાયો છે અને દોસ્ત ના સંબંધ ઉપર જ દુનિયાની ઇમારતના તમામ સંબંધ રહેલા છે જ્યારે દુકાનદારે કહ્યું કે આજે વિશ્વાસનો સંબંધ કેવી રીતે આપું? દુકાનદાર આજે ધ્રુસકે રડીને કહેવા લાગ્યો કે ભાઈ! દોસ્ત વગરનો વિશ્વાસ અને વિશ્વાસ વગરનો દોસ્ત હું કેવી રીતે આપું? અને દુકાનદારે આ સંબંધ માટે લાચાર થઈ ને આવેલા ગ્રાહક ને " ના" પાડીને રડવા લાગ્યો! દફન થઈ છે આજે આંખમાં દોસ્તના સંબંધથી ઉડેલી દુનિયાને હવે કફન પહેરવાની જરૂરત છે.
સંબંધ માટે તો કાંઈ કહેતો નથી. સંબંધ બાંધનારા જ છુરો મારે છે.મોક્ષ માટે આવ્યા હતા ઘણા પણ પોતાના માન્યા તે જ રોવડાઈ ગયા...
Comentarios