જય આદિનાથ 🙏 જય ગુરુદેવ 🙏* સદા નો સાથી *
જીવનની યાત્રા તો નાની છે પણ જો આ યાત્રા તમને સારી રીતે ચલાવતા આવડે તો સમજવું કે યાત્રા તમને મોક્ષ સુધી લઈ જનાર છે. માટે દરેક પરિસ્થિતિને સમજીને પોતાના જીવનમાં આવતા દરેક સારા અથવા ખરાબ સમયમાં મારી યાત્રા કેટલી ? જો આ પ્રશ્ન જીવનમાં વ્યવસ્થિત ગુંથાઈ જાય તો સમજી લેવું કે જીવનમાં દરેક ક્ષણે તમને અનહદ આનંદ આવશે સમજવું એ જરૂરી છે કે આ દુનિયામાં આપણો સમય કેટલો ઓછો છે. તેમાં નકામી,દલીલો,ઈર્ષા,ક્રોધ માપ ન કરવા, નારાજગી,ખરાબ વર્તન કોઈએ તમારું દિલ તોડ્યું, કોઈએ છેતર્યા,ધમકાવ્યા,અપમાન કર્યા વિગેરે ઘણું બધું પોતાના જીવનમાં થતું દરેક પ્રકારની અયોગ્ય તકલીફ માં જે સમય ગયો તે શું યોગ્ય છે ? પરિસ્થિતિ પ્રમાણે ઘણા બધા ખરાબ વિચારો કરી લઈએ છીએ | પણ જે શાંતિથી જ્યારે વિચારીએ ત્યારે લાગે છે ક્યાંક તો ખોટા હોઈએ છીએ | માટે જે આવી પરિસ્થિતિમાં સમયને બગાડ્યા વગર પ્રમાદ કર્યા વગર સમય કેમ સારી રીતે થાય તેમાં જ રહીશું તો જીવનમાં કયારેય દુખ ની અનુભૂતિ નઈ થાય એક વાત છે એક જગ્યા એ બધાજ માણસો બસ સ્ટેન્ડ ઉપર ઉભા હતા બસની રાહ જોતા હતા બસ આવી ત્યારે બધાજ મુસાફર બસમાં ચડયા તેમાં એક વૃધ્ધ મહિલા પણ સામેલ હતા તે બસમાં ચડયા અને પછી તે તેમની જયા સીટ આવી ત્યાં બેસી ગયા હવે અહીં ઘટના એવી થઈ કે જ્યાં મહિલા બેઠા છે ત્યાં એક જુવાન વય ની દીકરા પણ બેઠી છે
થોડી વાર પછી તે યુવતી વૃધ્ધ મહિલા ને બેઠા બેઠા ધક્કા મારવા લાગી પણ જે પોતાની અંદરની ખુશી માં હોય તને બહાર થી કોણ શું કરી રહ્યું છે તની કાંઈ ફિકર નથી થતી વૃધ્ધ મહિલા પણ એકદમ શાંતિ થી બેઠી છે જયારે આ યુવતી ને થયું કે આટલું કરવા છતાં પણ આતો કાંઈ કરતાં નથી એથી તે વધારે ચિડાઇ પછી તેને તે વૃધ્ધ મહિલાના સામાનને લાતો મારવાનું ચાલુ કર્યું પહેલો તો પોતાને ધક્કો માર્યો હવે પોતાના સામાનને મારવા લાગ્યો તે પણ કોઈ જ કારણ વિના આવી રીતે અયોગ્ય વર્તન કરવું તે કેવી રીતે બરાબર કહેવાય થોડું અહીંયા વિચારશો કદાચ આવી રીતે કોઈપણ વ્યક્તિ તમારી જોડે કરેતો શું થાય ?? કેટલી શાંતિ રહે . કેટલા ખુશ હોય .આ વૃધ્ધ મહિલા તો એકદમ શાંત ચિત બેસી રહ્યા છે આટલું થયા છતાં પણ આ વૃધ્ધ મહિલા કાંઈ કરતાં કાંઈ નથી કરતા એટલે એ યુવતી એટલી ચિડાઈ કે તરત જ છણકા સાથે તે મહિલાને બોલાવા લાગી કે મેં તમને આય આટલું ખરાબ વર્તન કર્યું તો પણ તમે કંઈ કરતા કંઈ બોલ્યા નહીં તો તેનું શું કારણ ! ત્યારે હસીને વૃધ્ધ મહિલાએ જવાબ આપ્યો કે દીકરી ! તારી અને મારી યાત્રા ક્યાં સુધી ? કારણકે "આપણી યાત્રા નાની છે" આગળનું સ્ટેશન આવશે ત્યારે હું ઉતરી જઈશ અને તુ આગળ જઈશ તો આટલી નાની યાત્રામાં નકામી શેના માટે ચર્ચા કરવી અને કેમ સમય બગાડવો એટલે દીકરી હુ તારા વર્તનથી કાંઈ નથી બોલી અથવા મને કાંઈ કરતાં કાંઈ મને તકલીફ નથી થઈ ત્યારે તે યુવાન દીકરીને હૈયા થી પશ્ચાતાપ થતો અને તે મહિલા જોડે માફી માંગે ત્યારેય ફક્ત તે વૃધ્ધ મહિલા કીધું કે દીકરી "આપણી જીવન યાત્રા નાની છે"
"થઈ છે યાત્રા ચાલુ મારી,
કોઈએ આપી લાત મારી,
શેના માટે કરું ચિંતા મારી,
આતો છે જીવન યાત્રા નાની મારી"
Commentaires