top of page

આ રાત અંધારી અને અજવાળી

જય આદિનાથ

જય ગુરુદેવ

સદા નો સાથી


આજનો દિવસ એટલે અમાવસ્યાનો દિવસ આજે ક્યાં ખબર હતી આ અમાસ સૌના માટે અંધારી રાત બનશે સૌ કોઈ અનાથ થશે આ અંધારી રાત આજે સૌને આંખમાં આંસુ લાવનાર હશે કોને કોને શાંત રાખશે તેની પણ ખબર નહોતી આજથી 2550 વર્ષ પૂર્વની ઘટના જે ઘટના સમગ્ર વિશ્વને હલાવી દીધું સમગ્ર વિશ્વને હચમચાવી દીધું સમગ્ર વિશ્વમાં Keep Silend છે આજે પણ તે ઘટનાને યાદ કરતા હૈયુ હીચકા ભરીને રેડી રહ્યું છે આવી તે ઘટના એટલે શ્રમણ ભગવાન મહાવીરનો અંતિમ સમય આ સમયમાં પ્રભુ પાવાપુરી બિહારમાં બિરાજીત હતા દેવોએ સમવસરણ ની રચના કરેલ તેમાં આજે પ્રભુ દેશના આપી રહ્યા હતા આ દેશના માં ખીચો ખીચ સમવસરણ ભરેલું હતું પ્રભુનો સમગ્ર શિષ્ય પરિવાર હાજર હતો ફક્ત ગૌતમ સ્વામી મારાજ હાજર નહોતા પ્રભુએ તેમના આત્મની હિત ચિંતા કરતા તેઓને બાજુના ગામમાં મોકલી આપ્યા હતા.


આજે દેશના માં 18 દેશના રાજાઓ હાજર હતા જેમાં પ્રભુના મોટાભાઈ નંદીવર્ધન રાજા આદિ 18 મુગટ બધ્ધ રાજાઓ હાજર હતા તેમાં પુણ્યપાળ નરેશ ને આવેલા સ્વપ્ન ઉપર પ્રભુ દેશના આપી રહ્યા હતા જેમાં પ્રભુ સૌ પ્રથમ તે સ્વપ્નના ફાળા દેશ તરીકે શ્રમણ ધર્મ ઉપર આવનાર દરેક શિથિલાચાર રૂપ જે પણ ઘટના હતી તે બતાવી અને મારા શાસન માં મારા પછી સાધુ કેવા હશે સાધુ લૌકિક દ્રષ્ટિમાં કેવા રહેશે તેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવેલ પછી મારા શાસન કાળમાં શ્રાવક ધર્મ કેવો રહેશે અને શ્રાવકો કેવા થશે તે પણ જણાવામાં આવેલ અને બધી રીતે તે સ્વપ્નનો ફળા દેશ ઉપદેશ આપ્યા પછી પ્રભુએ પોતાનો અંતિમ સમયે નજદીક જાણતા સૌ ધર્મેન્દ્ર ઉત્તમ ચંદન ના કાસ્ટની ચિતા તૈયાર કરેલ અહીં પ્રભુ તો સર્વજ્ઞ હતા તેથી પોતાનો અંતિમ સમય જાણી લીધો અને તે સમયની ખબર ઈન્દ્ર રાજા ને પણ થઈ જ્યારે તે સમયે નજીક આવ્યો ત્યારે ઈન્દ્ર રાજાએ પ્રભુને કીધું પ્રભુ ! હું આપનો ચરણ રજ છું બસ નાનો ઉપકાર કરો પ્રભુએ કીધું બોલો સૌ ધર્મેન્દ્ર પ્રભુ બસ આપના જન્મ સમયથી પસાર થતો ભસ્મ ગ્રહ હવે કંઈક ક્ષણ બાકી છે તેનો સમય અસ્ત થઈ જાય પછી આપ અંતિમ સમય તરફ પ્રસ્થાન કરો એટલે કંઈક સમય માટે આયુષ્ય નો વધારો કરો પ્રભુ આટલી વિનંતી માનો પ્રભુ એ કીધું કે ઇન્દ્ર આશક્ય થયું નથી અને થશે પણ નહીં મારા શાસનમાં જે પ્રમાણે ભાવિના એધાણા છે તેમાં થોડો હું ફેરફાર કરી શકવાનો છું ?? અને ઇન્દ્રપ્રભુના ચરણોમાં ઝુકી ગયો અને પ્રભુ શકલ શ્રી સંઘ વચ્ચે સૂક્લ ધ્યાનમાં ચડતા આયુષ્ય કર્મનો ક્ષય થતા પ્રભુએ 72 72 વર્ષની જિંદગીને પૂર્ણ કરતા મોક્ષ તરફ પ્રયાણ કર્યું !!!


અને પ્રભુની અંતિમ ક્રિયા સ્વરૂપ અગ્નિ સંસ્કાર આદિ ઇન્દ્ર તથા નંદીવર્ધન રાજાને સાથે રાખીને કરેલો આ સમય સમગ્ર સૃષ્ટિ શાંત થઈ ગઈ પંખી ઓના કલવર પણ નથી ત્યાં લાખોની મેદાની બેઠેલી છે પણ જાણે કોઈનામાં શ્વાસ નથી બધા નિશ્વાસ જેવા થઈ ગયા છે નંદીવર્ધન નાના બાળકની જેમ છાતી ફાટ હૈયે રડી રહ્યા છે વિલાપ કરી રહ્યા છે કોઈ કોઈને શાંત નથી રાખી શકાતું કારણ કે ત્રણ લોકના નાથ અને આ અવસરપિઁણી ના છેલ્લા તીર્થકર પ્રભુ માનવ લોકોથી મોક્ષ તરફ પ્રયાણ કરી લીધું છે હવે કોઈ તીર્થકર પ્રભુ અવસરપિઁણી કાળમાં નથી થવાના જાણે આજે દરિયાના મોજા પણ શાંત થઈ ગયા છે બસ સૌના હૈયા અને હોઠ ઉપર એક જ નામ છે વીર વીર આ નામ સાથે સૌ કોઈની આંખમાં આશું છે બસ આજ અમાસ સૌના માટે અમાસ થઈને રહી ! અને આ અંધારી રાત સમગ્ર પૃથ્વી ઉપર પથરાઈ


આ તરફ ગૌતમ સ્વામી પહેલેથી જ અહીંયા હાજર નહોતા પ્રભુએ તેમના આત્મની હિતચિંતા માટે પહેલેથી જ દૂર મોકલી દીધા હતા અને તે જ્યાં હતા ત્યારે દેવો એ દ્વારા સમાચાર મળતા જાણે પોતાના ઉપર વજ્રઘાત થયો હોય તેમ જમીન ઉપર ઠળી પડ્યા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા ચારે તરફ વિલાપ અને વિયોગનો માહોલ છે અને આ સમયને માન આપતા ઈન્દ્ર બધી પરિસ્થિતિ સંભાળી લીધી અને સૌને શાંત કરી રહ્યા છે ગૌતમ સ્વામીને પણ દેવો શાંત કરે છે પછી અંધારી રાત ને સૌ હવે ઉજાળી રાત કરવા ચાહે છે અને ત્યારે સુધી ગૌતમ સ્વામીને કેવલ જ્ઞાન ની પ્રાપ્તિ થઈ નહોતી તેથી તેમનો પ્રભુ પ્રત્યેનો ગાઢને સ્નેહલાગણી તેમના કેવળ જ્ઞાન ની વચ્ચે આવી રહી હતી આ સમયે ઉપર શાંત થયેલા શાંત ચિતે વિચારતા પોતે જે પણ આપ્યા છે તેને જવાનું છે સારી ભાવના માં આગળ વધતા અને આત્મ શ્રુત ચક્ષુને વિચારતા પોતે ઘાતીકર્મનો નાશ કરવા રૂપ કેવળ જ્ઞાન કેવળ દર્શન ની પ્રાપ્તિ કરી અને તે શોક નો માહોલ હતો આનંદમાં ફેરવાઈ ગયો ઘેર ઘેર દીવડા પ્રગટાવ્યા અને આનંદ મંગલ ના ગીતો ગાવા લાગ્યા દેવોએ મંગલ ધ્વનિ વગાડ્યા અને અમાસની રાત્રી ના છેલ્લા પ્રહર માં કેવળ જ્ઞાની ગૌતમ સ્વામીની દેશના પ્રારંભ થઈ અને ભવ્ય જીવોને પ્રતિબોધ કરવા લાગ્યા અને પાછા સૌ કોઈ શોક સંતાપ થી દુર થઈને આનંદ મંગલ કરવા લાગ્યા અમાસની રાત સૌને રડાવી અને એકમની પ્રભાત સૌને ખુશ કરાવનારી થતા દિવડા પ્રગટાવ્યા માટે જ કહેવાય છે દિવાળી આવા તારક પ્રભુને કરોડો વંદન હમારા તેમના પથ નો થોડો પણ અંશ જીવનમાં લાવવા દ્વારા જીવન આનંદકારી બનાવીએ એ જ "જીવન સફલ્ય એટલે જ આ રાત અંધારી અને અજવાળી" !!!


રાત છે અંધારી અને અજવાળી

તમે કરો આજ દિવાળી

વીર ગૌતમ ના નામની

સૌને છે મંગલકારી🙏


87 views0 comments

Recent Posts

See All

Comments


bottom of page