જય આદિનાથ
જય ગુરુદેવ
સદા નો સાથી
વિસરેલી વાતો ને યાદ કરવી એટલે જ સાંજ ટાણે વાળુ (જમીને) બધાં ઘરના ચોક માં બેસી અને નવ નવી વાતો કરતા તેમાં પણ સત્વશાળી ઘટના પહેલા જ જણાવામાં આવતી કારણ કે દરેક માતા પિતાને થાય છે કે અમારો પુત્ર પણ એક એવો શુરવીર તથા સત્વશાળી બને જેના કારણોથી અમારા કુળવડેરા અને કુળનું નામ ચોરે ચોંટે બોલાય આવા અરમાન દરેક માતા પિતાને હોય છે અને તેને જ કારણે સંયુક્ત પરિવાર હતો તે સંયુક્ત પરિવાર જ્યારે પણ ભેગો રહેતો ત્યારે દરેકના સુખ દુઃખમાં સાથ આપતો હતો તથા જે કોઈ વ્યક્તિ એવી શુરવીર લાગે તો તેના માટે કેમ આગળ વધવા દરેક પ્રકારે તેને સહયોગ આપવાનું રાખતા હતા અને આવો જ એક પરિવાર એટલે કે થરાદના બરુભૂજા શેઠ એટલે નગરશેઠ પરિવાર કહેવાતો હતો તે પરિવાર એટલે સંયુક્ત પરિવાર આવા સંયુક્ત પરિવાર જે ગામમાં આગવું સ્થાન રાખનાર હતો સદાચાર ન્યાયમાં અગ્રેસર હતો સમય જતાં તે પરિવાર થરાદની સમીપમાં મોટી પાવડ ગામમાં સ્થિત રહ્યો ત્યાં રોજ માટે ન્યાય સંપન્નતા પૂર્વક પોતાના નિર્વાહ માટે ધંધો આદિ ચાલુ હતું સંયુક્ત પરિવાર હતો બધાને જે યોગ્ય કામ હોય તે બધાને આપી દેવામાં આવેલું અને પરિવારના બધા જ સભ્યો વડીલોની સંપૂર્ણ મર્યાદા બદ્ધ કાર્ય કરવામાં અગ્રેસર હતા અને સહુ નો સંપ પણ અતિ સુંદર હતો.
પુરુષો બધાં પોતાના કાર્યો કરતા હતા અને સ્રીઓ બધાં સાથે રહીને પણ પોતાના કાર્યો કરતા હતા.મોટી પાવડ ગામ અને બધાના હૈયા પણ મોટા આવા ગામમાં રહીને એકબીજાનો સંપ પણ ઘણો જ આદર ભાવ પ્રગટાવનારો હતો.
રોજ પ્રભાતે બધાં પોત પોતાના કાર્યોમાં વ્યસ્ત હોય છે અને સૂર્ય ઢળે ત્યારે ઘર દુકાનનું કાર્ય બધા પતાવીને ઘરના આગણાંમાં બધા ભેગા થાય.
સહુ મર્યાદામાં બેસે વડીલો પછી નાનાઓ અને મહિલાઓ પણ પોતાની મર્યાદા પ્રમાણે જ બેસે આતો આપણા ઉચ્ચ ભારતીય આદર્શના સંસ્કાર હતા જ્યાં મોટાં હોય ત્યાં નાના પાછળ હોય મોટાની સામે હરગીજ શબ્દ ન ઉચ્ચારવો તે પોતાનું પરમ કર્તવ્યને સમજતાં હતા આવા ઉચ્ચ આદર્શથી જીવનશૈલીમાં રહેનાર પરિવાર હતો.
આ પરિવારનું નામ છે શેઠ અવચળદાસ હીરાલાલ પરિવાર આમનો પરિવાર ઘણો જ મોટો હતો. દીકરા અને દીકરીઓથી ઘર આનંદ કિલ્લોલ કરતું હતું.તેમાંના એક દિકરા એટલે શેઠ સગથાચંદ તેમના પત્ની એટલે શેઠાણી પાર્વતી દેવી આ જોડી પણ કોઈ પુણ્યથી બંધાણી અને તેઓ પણ પરિવારના સંસ્કારોથી સિંચાયેલા હતા. શેઠ શેઠાણીને લગ્ન જીવનના સમય જતા સહું સ્ત્રીને એક મનોરથ હોય છે પોતે તેવી માતા બને કે જે માતાને સહું જગત નમસ્કાર કરે તે જ એક આદર્શ નારી છે. આવી રીતે શેઠ શેઠાણીના દિવસો સુખપૂર્વક જતા હતા.અને ત્યારે એક દિવસ શેઠાણી પાર્વતી દેવીએ રાત્રે સ્વપ્નમાં પૂર્વ ચંદ્રને પોતાના સન્મુખ આવતો જોયો આ ચંદ્ર પણ એકદમ શાંત સૌમ્ય શીતળતા આપનારો હતો દેખતા સાથે આંખોમાં ઠંડક થાય તેવો ચંદ્ર જોઈને પોતે નિંદ્રા માંથી જાગ્રત થયા અને જોયું તો પોતે જ ચંદ્ર તરફ જાણે જોઈ રહ્યાં છે અને તે ચંદ્ર પોતાની તરફ આવી રહ્યો છે થોડી વાર આમ નિરખ્યા પછી ખ્યાલ આવ્યો કે પોતે એક નિંદ્રામાંથી બહાર આવ્યા છે પછી પોતે નવકાર મંત્રનું સ્મરણ કરીને પ્રભાત સુધી સારા ભાવોમાં રહીને પછી શેઠ સગથાચંદને જણાવ્યું કે મને આજે રાત્રે આવું સુંદર સ્વપ્ન આવ્યું છે ત્યારે શેઠે જણાવ્યું કે ઘણું ઉત્તમ છે આજે આ સ્વપ્નથી તમને એક શાંત સુંદર ચિત્ત વાળો ધર્મમાં સહુને સ્થિર કરવા વાળો પુત્ર રત્ન થશે ત્યારે આ વાત સાંભળીને શેઠાણી તો એટલા બધા ખુશ થઈ ગયા કે આજે પોતાને આનંદ કાંઈ અલગ જ છે કારણ કે પોતે આજ એક પુત્રરત્નની માતા થશે પોતે એક કુળદીપક અને કુળરત્નને જન્મ આપશે આ સમાચારથી આર્યકુળની કઈ સ્ત્રી રાજી ના થાય!
થરાદમાં શ્રી મહાવીર સ્વામીના પ્રાસાદે જઈને પૂજા અર્ચન કર્યું અને પછી બસ સારા ભાવોમાં સમય જાય છે.આનંદના દિવસો તો ઘણા નાના હોય છે.તેમ દિવસો જતા ક્યાં વાર લાગે છે માટે સમય જતા પૂર્ણ દિવસોમાં શેઠાણીએ શ્રાવણ સુદ પૂનમના દિવસે પૂર્ણ ચંદ્ર સમાન શુભ સમયે જાણે સમગ્ર આકાશમાં આજ શાંતિ અને આનંદ જોવા મળતો હોય તેવા સમયે શેઠાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો. અને આ જન્મ થતાં સંપૂર્ણ પરિવારમાં આનંદની અવધીની કોઈ જ સીમા ના રહી સહુ હર્ષોલ્લાસમાં આવ્યા અને સંપૂર્ણ ગામ આજે ખુશ હતું શેઠના ઘરે પુત્ર જનમ્યો તેથી બધાં જ ખુશ હતા શેઠ બધાને મોં મીઠા કરાવ્યા ગામમાં જ્ઞાતિજનોમાં બધે જગ્યાએ પેંડા અને લાડુ આપીને ખુશાલી વ્યક્ત કરી નામ પાડવાના સમયે સહુ જ્ઞાતિ જનો ભેગા થઈને તે બાળકનું "હાલચંદ" તેવું નામ રાખવામાં આવ્યું અને પછી તો હાલચંદ સહુનો એટલો બધો લાડલો થઈ ગયો કે આ ખોળામાંથી આ ખોળામાં આવી રીતે તેનો ઉછેર થવા લાગ્યો ધીરે ધીરે મોટો થયો અને પૂર્વ સંસ્કારથી તે સિંચાયેલો હતો તેથી તે ગામમાં એકવાર સાધ્વીજી મ.સા. આવવાથી પૃથ્વીચંદ ગુણસારની સજ્ઝાય સાંભળતા વૈરાગ્યથી વાસિત થઈને પોતે જીવનમાં વૈરાગ્યને સ્થાપિત કરીને બસ હવે હાલચંદ તે જેમ પૂનમનો જન્મ તેમ ચંદ્રની શીતળતા પ્રાપ્ત કરીને સંસારની અસારતા સમજીને સૂર્યના તડકામાં જેમ શરીરમાં બળતરા થાય છે તેમ સંસારમાં રહેવાથી આત્માને બળતરા થતી હતી.
હવે એક મનમાં રટણ છે કે સંસાર છોડીને ક્યારે સંયમ લઉં અને પોતાના વૈરાગ્ય મજબૂત હોવાથી સમય જતા જ્યાં તક મળી ત્યાં નક્કી કરી લીધું કે હવે આપણે સંયમના માર્ગે જવું અને અમદવાદ થી પાલિતાણાના છરિ પાલક સંઘમાં ગયા અને પાલીતાણા દાદાની યાત્રા કરીને બસ સંયમ લઉં તો અહીંયા અને ગામમાં બિરાજમાન પ.પુ.આ.શ્રી શાંતિચંદ્ર સુરી. મ.સા.ના ચરણોમાં પોતાનું મસ્તક ઝુંકાવી દીધું અને સંયમ જીવનની પ્રાપ્તિ કરી લીધી.સંયમ નામ મુનિ શ્રી સુજ્ઞાન વિ.મ. સા. ઊગ્યો ચાંદ પૂનમ નો લીધો સંયમનો ચાંદ રહ્યો જૈન શાસનનો શીતળતાનો ચાંદ બતાવ્યો શાંતિનો માર્ગ આવા મહાન પુરુષનો આજે જન્મ દિવસ છે આજે તેમના જન્મને આટલા વર્ષો પછી પણ તેમનું યાદ સંભારણું હજી જીવતું જાગતું છે.તેઓને આજે વંદન કરીએ છીએ તથા તેમના જીવનના કાઇક ગુણો ની પ્રાપ્તિ કરીને જીવનમાં ચંદ્ર સમાન થઈને પોતાના જીવનમાં આંશિક ગુણની પ્રાપ્તિ થાય પોતે તો ચંદ્રની જેમ શીતળતા પાથરી ગયા પૃથ્વી ઉપર માર્ગ બતાવી ગયા ધર્મ શાંતિ મોક્ષનો સૌમ્યતાનો એટલે જ ચાંદ પૂનમનો ઊગ્યો.
જિંદગી જીવ્યા અને સહુ ને સત્ય માર્ગ બતાવ્યો
સત્ય માર્ગ માટે પોતે પ્રાણની પણ પરવા ન કરી
પ્રભુ સિદ્ધાંત માટે અડગ રહીને ઝંઝાવાતોને દૂર કર્યા
સુંદરતાની શાખ આપીને મોક્ષના રાગી કર્યા.
Comments