જય આદિનાથ
જય ગુરૂદેવ
::-*_એક નવી દિશા તરફ_*-::
"*~સદા નો સાથી~*"
જીવનનું એક નવું કિરણ જયારે પ્રગટે છે. ત્યારે તે સમયે અનહદ અકલ્પનીય આનંદ પ્રગટે છે . તે આનંદ કોઈને બતાવી પણ નથી શકતો તે આનંદ ની અવધિ કોઈને કહી પણ નથી શકાતી .આવો જયારે દિવશ આવે છે ત્યારે હૈયા માં આનંદ કેટલો હોય છે . તે આનંદ જીવન માટે થોડા સમય પુરતો લાગે છે. પછી જેવા હતા તેવા રહેવા માટે જ જીવન ની દિશા બદલાતી નથી જીવનની દિશા બદલવા માટે જ્યાં સમર્પણ નું શીશ ઝૂકાવ્યું છે તેમની આજ્ઞા નું પાલન પ્રમાણનું જીવન હશે. તો જ જીવનની સાચી દિશા તરફ જઈ શકીશું.માટે જીવનમાં સમર્પણ ભાવ હોવો જોઈએ તે સમર્પણ ઉચ્ચ કક્ષાની હોવી જોઈએ કે જે સમર્પણનો સ્વીકાર કરે છે તેની સંપૂર્ણ આજ્ઞા રૂપી પડછાયામાં જ રહેવાનું તેમની આજ્ઞાના પડછાયામાં જો ગુંથાઈ જઈશું અને તેમની જ સંપૂર્ણ ઈચ્છા પ્રમાણે જીવનમાં આગળ વધીશું.ત્યારે તે સમર્પણ નું જે સ્વીકાર કરે છે ત્યારે તે કાંઈ અલગ દિશામાં હોય છે તે જ્યારે અંતરના આશીર્વાદ આપશે. ત્યારે સમજી લેવું કે જીવનનો સાચો આનંદ તેમાં જ છે અને તે આનંદ અકલ્પનીય છે તેની કોઈ જ અવધી નથી. બસ આવા આનંદની દિશામાં જો પહોંચી જઈશું .તો સમજી લેવું એક સાથે દિશા તરફનું પ્રયાણ કર્યું છે અને તે પ્રયાણ મોક્ષના દવાર સુધી પહોંચાડશે. માટે જ આવો આનંદ જે દિવસે જીવનમાં આવશેતે કંઈક અલગ પ્રકારનો છે માટે જ જ્યાં સમર્પણનું માથું જુકાવ્યું છે બસ તેમની આજ્ઞા, ઈચ્છા, વફાદારી ,તેમના ચરણોની સેવાથી આશીર્વાદની પ્રાપ્તિ કરી લેશો બસ જીવન ધન્યથી ધન્ય થઈ જશે. જીવનને ધન્ય બનાવવાની ખબર પડી છે તો સમજી લેવું જીવન ધન્ય બનાવવાનો અવસર આવી જ ચૂક્યો છે તેમ કહેવાય .કહેવાય છે.... શરતી નહીં પણ બિનશરતી સમર્પણ કરશો, ચોક્કસથી એક દિવસ તમારી પણ શરત માન્ય રહેશે, માટે જ બિનશરતીસમર્પણ વફાદારી થી માથું ઝુકાવવાનું હોય છે
" એટલે "
"એક નવી દિશા તરફ"
#~પ્રસાદી~#
કહેવું હોય છે ઘણું ,પણ કહી શકાતું નથી,
જાણવું હોય છે ઘણું, પણ જાણી શકાતું નથી
ઓ માનવી! તુ મુસીબતનો સામનો કર ચિંતા ના કર ,તો "સદા નો સાથી "તારી સાથે જ છે
Comments