જય આદિનાથ
જય ગુરુદેવ
સદા નો સાથી
વ્યકિત આ દુનિયામાં જન્મ લે છે અને પછી તે પોતાના નામ પ્રમાણે જીવનની સાર્થકતા કરે છે અને ઈતિહાસમાં તેમનુ નામ અંકિત થઈ જાય છે આવી જ એક ઈતિહાસની ઘટના છે જેને જોતા જ શરીરના રોમાંચ પેદા થાય છે તેવુ તો શુ લાગ્યું કે બસ ના જોઈએ આ ઘર! ના જોઈએ પરિવાર! ના જોઈએ આ ભૌતિક જગતની કોઇ પણ સામગ્રી એવો તો અધ્યાત્મનો રંગ લાગ્યો બસ જોઈએ માત્ર ને માત્ર મારે પ્રભુ શાસનની સામગ્રી અને ગુરુ આજ્ઞા મુજબનુ જીવન લોકો કહે છે કે એવું તો શું થયું છે આ બાળકને જે આવી નાની ઉંમરમાં બધાને છોડી દેવાના ? બધાથી દૂર થઈ જવાનું? પણ ના ભાઈ! હું તો ત્રણ લોકના નાથની છત્ર છાયામાં જઈ રહ્યો છું. જ્યાં સાચા સુખની પ્રાપ્તિ છે અને જ્યાં સાચું સુખ છે. ત્યાં જ જીવનની સાચી દિશા છે. આવી દિશામાં જવુ તે જ જીવનની ઉત્તમ ક્ષણો છે.ગુરુ આજ્ઞામાં રહીને જીવનની કેળવણી કરીને જીવનને સાચા સુખની પ્રાપ્તિ કરવા માટે નિકળી પડ્યાં છે.
બનાસકાંઠામાં આવેલું તે નાનકડું ગામ એટલે રૈયા ગામની ભૂમિએ ગુરુ ભ. બિરાજમાન છે અને ત્યાંના સિમાડેથી નિકળેલા પ્રતિમાજી દાદા આદિનાથ આદિનો પ્રતિષ્ઠા પ્રસંગનો ઉત્તમ અવસર ચાલી રહ્યો હતો.ગુરુ ભ. પણ ત્યાં બિરાજમાન હતા પ્રભુ પ્રતિષ્ઠાનો અવસર તે વ્યક્તિને પોતાના જીવનની દિશાને પણ બદલી નાખે છે. આવી ક્ષણો તો પુણ્યશાળી વ્યક્તિઓને જ મળતી હોય છે.પ્રભુ પ્રતિષ્ઠાનો અવસર માણીને ગુરુ ભ. ને વંદન આદિ કરીને જ્યાંરે ગુરુ ભ. પાસે બેસીને ધર્મ કથા કરતા હતા પછી ગુરુ ભગવંતે પછ્યું મહાસુખ! શું તારે મારી પાસે નથી આવવું ? જે ક્ષણની રાહ જોતો બાળ મહાસુખ તેને તો આનંદ નો કોઈ પાર જ ન રહ્યોં અને સાડા ત્રણ કરોડ રૂવાંટામાં આજે એક અનેરો આનંદ પ્રાપ્ત થયો છે.જ્યારે કોઈ પણ માણસને પોતાની મનગમતી કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ થાય છે ત્યારે તેના આનંદની અવધિ નથી રહૃતી.તેમ આજે બાળ મહાસુખની પણ આનંદની અવધિ નહોતી.પોતાની ઈચ્છા મુજબની વાત થઈ એટલે રાજીના રેડ થયેલા બાળને તો ઘણી જ મજા આવી ગઇ અને બાળ મહાસુખ બોલ્યાં કે માતાપિતા અનુમતિ આપે તો હું તૈયાર છું.અને ગુરુ ભગવંતે પિતા રામચંદ શેઠ માતા તારાદેવીની સામે નજર કરી તો તરત જ કીધું કે ગુરુદેવ ! જો આની ઈચ્છા હોય તો અમારી કોઈ પણ ના નથી ! અહીંયા ખાસ એક વાત સમજવા જેવી છે. કે જ્યારે માતા પિતા તરફ ગુરુદેવે નજર કરી તરત જ હા પાડી દીધી. આ એક ગુરુજનો પ્રત્યે તથા વડીલો પ્રત્યેનો ઔચિત્ય ગુણ હતો અત્યારે કોઈ પણ પ્રકારની વાત હોય તો લગભગ વડીલો પ્રત્યેનો ઔચિત્ય અથવા લજ્જા ગુણ ઘણો જ નહિવત્ થઈ ગયો છે. અહીંયા તો તરત જ હા પાડી અને તે બાળ મહાસુખ ગુરુ ભગવંતના ચરણે નમીને સ્વીકારી લીધું ગુરુનુ શરણ હવે નથી દુનિયાની કોઈ મમત. ગુરુ ભગવંતે પણ યોગ્યતા એવી કેળવણી કરી જેથી તેના આત્માનું કલ્યાણ થાય.
ગુરુ ભગવંત પાસે રહીને જીવનનુ કલ્યાણ કરવા સ્વરૂપ અધ્યાત્મ જીવનમાં આગળ વધે છે. સંસારની તમામ મોહ માયા છોડીને સંયમ જીવનની તાલીમ લેવા માંડ્યાં છે. સંયમ જીવનની શિક્ષા તે પણ એક શુરવીર યોદ્ધાની જેમ છે. જેમ શુરવીર યોદ્ધાની શિક્ષા એક અગ્નિ સમક્ષ તથા એકદમ ગરમ દેવતા ઉપર ચાલીને જે તાલીમ આપવામાં આવે છે તે યોદ્ધો ગમે તેવા રણક્ષેત્રમાં પાછો નથી પડતો તેમ આ બાળ મહાસુખ પણ ગુરુ ચરણોમાં રહીને સંયમ જીવનની તલવાર ધાર ઉપર ચાલવા બરાબર તાલીમ લઈ રહ્યાં છે. જેમ કુંભાર પોતાના ચાકડા ઉપર માટીનો પિંડ મૂકીને ઘડાને આકાર આપે છે. તેમ પુજ્ય ગુરુ ભગવંત પણ દિક્ષાને ઈચ્છનાર એવા બાળ મહાસુખને સંયમ યોગ્ય શિક્ષા આપી રહ્યાં છે. અને હવે પુજ્ય ગુરુ ભગવંતને સંયમ માટે યોગ્ય થયેલા જાણીને અને બાળકની પણ વિનંતીને સ્વીકારને દિક્ષા લેવાની અનુમતિ આપી. મંડાયો છે સંયમનો ઉત્સવ થયો છે બરૂભૂજા શેઠમાં આનંદ ઘણા સમય પછી ધર્મનો માંડવો મોટી પાવડમાં બંધાણો ગુરુ ભગવંતે સંયમ ગ્રહણ કરવાનો દીન માગસર સુદ-5 શુભ દીન આપ્યો અને સંયમ લેવાનું સ્થળ સરિયદ મુકામે નક્કી કરવામાં આવ્યું, સરિયદ શ્રી સંઘને પણ અનહદ આનંદ થયો. જેમ જેમ દિવસો નજીક આવતા ગયા તેમ તેમ બાળ દિક્ષાર્થીને આનંદ અનહદ વધતો ગયો. જ્યારે મોટી પાવડથી શ્રી શીતલનાથ પ્રભુના દર્શન કરીને સરિયદ તરફ પ્રયાણ કર્યું કુટુંબના મુરમ્બીઓએ કંકુ અક્ષતથી વિજય તિલક કરીને પ્રસ્થાન કરાવ્યું.
સરિયદના પાદરે પહોંચ્યાં ત્યારે શ્રી સંઘ અક્ષતથી વધામણા કર્યા જિનાલય જઈને પ્રભુદર્શન કરીને ગુરુભગવંતને વંદનાદિ કર્યા, મહોત્સવ મંડાયા અને દિવસ નજીક આવી ગયો. સૌ કોઈને અનહદ્ આનંદ છે, આવ્યો માગસર-5 નો દીન થઈ ક્રિયા પ્રભુ નાણ સમક્ષ મમ મુંડાવેહ,મમ પવ્વાવેહ, મમ વેસંસમ્પેહ ના આદેશોથી રજોહરણ લેવાની આજ્ઞા માંગવામાં આવી. અને ગુરુ ભગવંતે આજ્ઞા આપી સમગ્ર ભૌતિક સુખને છોડીને સંયમની સાધનામાં લીન થવાની ઈચ્છાવાળા દિક્ષાર્થી શ્રી સંઘ સમક્ષ પરિવારની હાજરીમાં ગુરુભગવંત પાસેથી રજોહરણ લઈને નાચી ઉઠ્યો છે.
સૌ આનંદ ખુશીની લહેરમાં છે. સૌની આંખોમાં આંસુ છે પણ બાળકના હૈયામાં અને ચહેરા પર અગણિત ખુશી છે.વેશ પરિવર્તન થઇ ગયો સંસારી વેશનો ત્યાગ, સંયમ વેશનો સ્વીકાર કરીને નૂતન મુનિરાજ સંઘ સમક્ષ ક્રિયા કરી રહ્યાં છે.હવે વેશ બદલાયો ભાષા બદલાઈ અને પરિવાર પણ બદલાયો ગુરુ ભગવંતે નવું નામ આપ્યું મુનિ સિદ્ધસેન વિ.મ.સા. અને શ્રી સંઘ સમક્ષ સમગ્ર નગર સમક્ષ " મુનિ સિદ્ધસેન વિ.મ.સા. ના નામે પ્રસિદ્ધ થયાં." ગુરુ આજ્ઞામાં જીવન બનાવીને પ્રભુના માર્ગ ઉપર ચાલીને ગુરુ સમુદાયની શાખ વધારી છે. આજે તેઓના સંયમધર્મના સ્વીકારને 62 વર્ષમાં મંગલ પ્રવેશ પ્રભુને પ્રાર્થના કરીએ કે તેઓને દીર્ઘાયુ તથા જૈન શાસનની શાસન પ્રભાવના કરવામાં અગ્રેસર થઈને અનેકોના તારણહારા થયાં. આજે ગુરુની અસીમ ક્રૃપાથી તેઓ પુજ્ય આચાર્ય ભગવંત શ્રી સોમસુંદરસૂરિ મહારાજાના નામે પ્રસિદ્ધ થયા છે.
વંદન હો જિનશાસનના ગુરુવરોને.....
Comments