જય આદિનાથ
જય ગુરુદેવ
✍️:*સદા નો સાથી*
*રસ્તા પર પડેલા તમારા પગલાંને ફરી પાછા તમારા પગમાં પૂરી દો હવે મારે મારા રસ્તા ને સમેટી લેવો છે!
*આ રસ્તો ! બસ તારા માટે જ પાથર્યો હતો, એમા ન જાણે શાથી મૃગજળના સરોવર રચાઇ ગયાં. હંસોએ આપ મેળે ચાલવા માંડ્યું.
*વૃક્ષો બંધાણા સરોવરના કિનારે પંખીઓએ પાંદડે પાંદડે દિવાલ ચણી
આ રસ્તા ઉપર સંબંધનો એક મહેલ હતો. મહેલમાં બસ મારા દિલમાં તમને આવકાર હતો.
*બગીચામાંથી જુઈના વૃક્ષની ડાળી વેલ સાથે આવી અને પ્રેમ સુગંધનો પડઘમ નાખીને ગઈ.
*સૂર્યોદય થાય અને લાગે કે આવશે હમણાં અને વાટ જોતા તો દિવસ પૂરો થાય અને સૂર્યાસ્તના કિરણો પથરાય મારુ મન ઢીલુ પડે અને રસ્તાથી હટવુ પડે.
*રસ્તા પર ભટકીને આવુ તારા સુધી અને તુ રહે બીજાના દિલ મહીં પણ !! એકવાર યાદ કરીને કરજે પરીક્ષા મારી, મુજ જેમ જીવન ન મલે તને કોઈ
*હાથ ભીખ માંગવા નથી લંબાવતો લંબાવુ છું તારો સાથ લેવા માટે થાય તો રાખજે યાદ મને બાકી તો બધે પડ્યા છે રસ્તા કોરા ને કોરા.....
તારા મહેલથી જતાં છેલ્લે કહું એટલું! યાદોની આંખોમાં આજે ઠગારો ભેદ છે શું ? માન્યા હતા પોતાના આજે થયા બીજાના ધક્કો મારીને અમને કર્યા રવાના માટે !! હવે મારો રસ્તો સમેટી લઉં છું.
Comments