જય આદિનાથ 🙏 જય ગુરુદેવ🙏
🙏 સદા નો સાથી 🙏
ઇતિહાસમાં ઘણા મહાપુરુષોની વાતની નોંધ ઇતિહાસ કારકો એ લીધી છે જે મહાન છે સત્વશાળી છે સત્ય પ્રેરણા ના પ્રણેતા છે ક્યાંય પણ પ્રભુ શાસનને કોઈના પણ મન ત્રાજવામાં જોખતા હોય તો પણ તે શાંખી ના લે પ્રભુ નું શાસન પામ્યા પછી પ્રભુ પ્રત્યેનો અનુરાગ જીવનને સંપૂર્ણપણે બદલી દે છે તે જ મહાન પુરુષ છે આવા મહાન પુરુષોને જો યાદ કરતા પોતાના સત્વ પ્રગટ થયા વિના નથી રહેતું તેવા પુરુષોની વાત કરતા આજે રોમ રોમ માં આનંદિત થાય છે
શું ખુમારી હતી શું પ્રભુ રક્ષા કાજે પોતાના પ્રાણની પણ પરવા નહોતા કરતા મારું શું થશે તેવું ક્યારે નહોતા વિચારતા બસ મારા પ્રભુ મારા પ્રભુનું શાસન અખંડ રહેવું જોઈએ જો કોઈ પણ તેની જોડે છેડછાને કરી તો તે નહીં ચલાવી લઉં આ હતી તેમની ખુમારી કારણ કે પ્રભુ શાસન કોઈપણ ના મનમાં આવે તેમ નાચવા માટેનું આંગણું નથી પણ તેની સંપૂર્ણ આ જ્ઞાનના પ્રમાણે ચાલવું તે જ ધર્મ છે આવો જેમનો રગ રગમાં ઘૂંટાઈ ગયેલું તેવા મહાપુરુષ. પ્રભુની આજ્ઞાનો લોપ જો પોતાની નિશ્રામાં રહેલા પ્રસંગમાં પણ થતો હોય તો પણ નહીં ચલાવવાનું આ તો સત્વ બાકી વિચારો પોતાની નિશ્રામાં પ્રસંગ હોય અને તેમાં થોડું પણ આમ તેમ હોય તો ચલાવી લો તેમ કહેતા હોય છે જ્યારે અહીંયા તો અંશ માત્ર પણ નહીં ચલાવવાનું કારણ કે મારા પ્રભુએ જે પણ અનુષ્ઠાનમાં ના પાડી છે એમાં હરગીજ ના ચલાવાય આવો એક અડગ નિર્ણય એટલે જ તે મહાન વિભૂતિ ની વાત કરવી છે થોડા સમય પહેલાની જ્યારે થોડું ઘણું પણ ભારત દેશના સંસ્કારો હતા તે જ સંસ્કારો ના સિંચન થી શુજ્ઞાન ની પ્રાપ્તિથી જ્યારે સમજણનો મેળાપ થાય છે ત્યારે એક સુંદર મજાનું વટ વૃક્ષ સૌ કોઈને આશરે આપનાર હોય છે આવો જેને પણ આશ્રય મળે છે તેને પોતાના જીવનનો જે શાંતિ સંતોષ ની પ્રાપ્તિ થાય છે તે બહુ જ મૂલ્યવાન હોય છે
ગુરુ ભગવંત ના સાનિધ્યમાં રહીને સંયમ જીવન નું સંપૂર્ણ પણ પ્રભુ આજ્ઞા મુજબ પાલન કરતા સંયમ જીવનનો આચારોને પાળતા પ્રભુ ગુરુની આજ્ઞાને પાળીને ગુરુના હૈયામાં રંગ રંગમાં સ્થાનને પામનાર એવો શુદ્ધ મનથી સદાય માટે જીવનને પાળવામાં સદાય તત્પર એવા જે વ્યક્તિ એટલે જ મહાપુરુષ આજ ભારત વર્ષમાં ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા ના એક નાનકડા પ્રદેશમાં મોટી પાવડ ગામમાં જેમનો જન્મ થયેલો માતા-પિતાના સંસ્કારોને પામીને ગુરુ ભગવંતની છાયામાં રહીને સંયમજીવનની પ્રાપ્તિ કરી યોગ્ય પામતા ગુરુદેવ શ્રી સમુદાય સંઘની જવાબદારી સોંપી જ્યારે સમજણ નો સરવાળો નથી કરવાનો હોતો પણ હંમેશા ગુણાકાર જ કરવાનો હોય છે એક પ્રસંગ એવો છે જ્યારે તેમની નીશ્રામાં એક જૈન શાસનની અદભુત આરાધના થઈ રહી હતી તે આરાધના એટલે ઉપધાનતપ હવે જે જગ્યા પર ઉપધાનતપ ના મંડાણ થયા ત્યાં સમગ્ર પ્રજામાં અનેરો આનંદ હતો પ્રભુ કૃપા એ બહુજ સુંદર ચાલી રહ્યું હતું હવે ઉપધાનતપની પૂર્ણાહુતિ આવી એટલે ગામ ગામના લોકો આવ્યા છેલ્લા જ્યારે મોક્ષમાળા નો પ્રસંગ હતો ત્યારે મંડપમાં ન સમાય એટલા માણસો હવે અહીંયા ઘટના એવી બની કે આટલા બધા માણસોને અવાજ પહોંચી વળે તેના માટે શું કરવું તો જે સંઘવી પરિવાર હતો તેમને સંગીતકારને કીધું કે તમે માઈક લાવો જ્યારે સંગીતકારને ખબર હતી કે ગુરુદેવ માઈક ઈલેક્ટ્રોનિક સિટી નો ઉપયોગ કરવા દેતા નથી આ વાત તેને શેઠને કરી પણ તે નહીં માન્યા અને માઈક મંગાવ્યું અત્યારે જેમ સંપૂર્ણ સમય માટે લાઈટો છે તેમ તે સમય નહોતી રહેતી તેના કારણથી ચાલુ પ્રસંગ બગડે નહીં તેના માટે જનરેટ લાવતા મંડપ માં ગુરુદેવ પધારી ગયા ક્રિયા ચાલુ થવાની હતી તે પહેલા ગીત બોલાવવા માટે સંગીતકાર ઉભા થયા અને માઈક સાથે ત્યારે તરત જ ગુરુભગવંત બોલ્યા માઈક મૂકી દે પણ શેઠ બોલ્યા કે ના માઈક ચાલુ રહેશે પણ જ્યાં આજ્ઞા નથી તો પછી કેમ ચાલુ રખાય ના પાડી કુદરત પણ સત્યના પક્ષમાં હોય છે તે જ સમયે લાઈક જતી રહી હવે શું કરું શેઠ કે આ તો મારા વટ નો સવાલ છે શેઠએ માણસને કીધું કે જાઓ જનરેટર લાવી દો અને જનરેટર મંગાવ્યું તે પણ બંધ પડી ગયો ત્યારે ફરી પાછું કહ્યું કે ભાઈ સમજો જ્યાં પ્રભુની આજ્ઞા નથી તે કરીને શું કરશો હવે રહેવા દો પણ હવે તો નાકનો સવાલ હતો માટે એક બગડી ગયું કોઈ વાંધો નહીં પણ બીજું મંગાવ્યું ત્યારે ગુરુદેવ શ્રી એ કીધું કે સમજી જા અને ના કર શેઠ બોલ્યા કે માઈક ચાલુ થશે અને થશે જ ત્યારે ગુરુદેવ શ્રી પણ બોલ્યા કે તું પણ માઈક ચાલુ કર હવે અમે પણ દેખીએ અને જ્યાં ચાલુ કર્યું ત્યાં જ બે મિનિટ તે પણ બંધ થઈ ગયું અને છેલ્લે શેઠ પસ્તાઈને ગુરુદેવ શ્રી ના ચરણમાં માફી માંગી અને મોક્ષમાળા નો પ્રસંગ ચાલુ થયો આ હતી ખુમારી આ હતું સત્વ આવા મહાન પુરુષોએ જે જૈન શાસનની રક્ષા કરી છે અદભુત છે અકલ્પનીય છે તેવા તે મહાપુરુષ એટલે સિદ્ધાંતનીષ્ઠ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી.મદવિજય સોમચંદ્ર સુરી મહારાજ સાહેબ જેઓ એ પ્રભુ આજ્ઞા માટે રક્ષામાં સદૈવ તત્પર રહ્યા છે પોતે એવું જીવન જીવીને ગયા છે કે જેની સુગંધ અત્યારે સુધી તે જ પ્રમાણેની છે આજે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા પણ પોતાના અંતિમ સમય સુધી નવકાર મંત્ર નો સ્મરણ કરતા હતા અને પોતાના પ્રાણસમા શંખેશ્વર દાદા નું રટણ કરતા કરતા સમાધિને પામ્યા આવા મહાન પુરુષોને કોટી કોટી વંદન છે આજે તેમની ૩૨મી પુણ્યતિથિ એક જ પ્રભુને પ્રાર્થના તેમના જેવું સત્વ ખુમારી સમજણ ની પ્રાપ્તિ થાય એ જ પ્રાર્થના
*ફૂલ ગયું પણ સુગંધ રહી ગઈ
હાજર નથી છતાંય હાજર છે
ગયા છે ભલે છતાં જોડે છે
એવા ગુરુદેવ શ્રી ને વંદન કરોડો અમારા છે*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Comentários