top of page

પ્રભો મને કંઈક કાર્ય બતાવો !!!...


વાત કરવી છે આજથી ઘણા વર્ષો પુર્વને વાત છે અકબર રાજા ના સમયની તે સમયે એટલે મોગલ સામ્રાજ્યનો અને તે પણ હિંસક સમય જો કોઈ અકબરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો એક જ દંડ મૃત્યુ દંડ તો સમજજો આવો જ્યાં દંડ મળતો હોય તો ત્યાં પ્રજા પણ કેટલી ડરતી હશે અને જ્યારે પ્રજા ડરેલી હોય ત્યારે શાસક ના જે અગ્રણી હોય તેમાં પણ ડર રહેતો હોય છે જેથી કરીને તે ડરની જિંદગી એટલે જીવતો જાગતો નરક આ નરક ની અંદર કેમ રહેવાય તેનું સૌ કોઈ રસ્તો શોધતા હોય છે આવો રાજા જ્યારે ધર્મ સમજીને ધર્મ પામીને તેના અંતર આત્મામાં જો દયા ના મૂળ ઊભા થતા હોય તો સમજવું કે તે જ સાચો ધર્મ છે


વાત એવી હતી કે ચોમાસાના દિવસોમાં એકવાર વહેલી સવારના વરઘોડો નીકળી રહ્યો હતો અને ત્યારે અકબર રાજા પોતાના મહેલના ગવાક્ષમાં બેઠા હતા વરઘોડો જઈને નજીકના માણસને પૂછ્યું કે આ વરઘોડા શેનો છે તપાસ કરાવી તો ખબર પડી કે જૈન બાઈ ચંપા શ્રાવિકાએ છે. છ મહિનાના ઉપવાસ કર્યા છે તેના વરઘોડો છે ત્યારે અકબર રાજા વિચારે છે કે અમે એક દિવસના પણ માંડ માંડ કરી શકીએ છીએ તો આ છ મહિના કેવી રીતે આ તો હતા રાજા તરત જ કોઈ વાત મનમાં બેસે નઇ તેથી તેની પરીક્ષા પણ કરવી પડે એટલે ચંપા શ્રાવિકાને પોતાના મહેલમાં રાખ્યા રાખીને ગુપ્રચર પાસે બધી તપાસ કરાવડાવી અને જ્યારે ગ્રુપચરે કીધું સમ્રાટ આ બાઈ તો દિવસમાં ફક્ત ચાર પાંચ વાર ઉકાળેલું પાણી પીવે છે સૂર્યાસ્ત પહેલા તો પતાવી દે છે. પછી કાંઈ નહિ જ્યારે અકબર રાજાને ઘણો જ આદર સત્કાર ભાવ થયો તેમનું બહુમાન કરીને સન્માન સાથે ઘરે ગયા અકબર રાજા ના નવ રત્નોમાં એક ટોડરમલ જૈન હતા અને તે ચંપા બાઈના ભત્રીજા હતા.


અકબર રાજા એ પૂછ્યું ચંપાબાઈને તમે આ બધું કેવી રીતે કરી લો છો ત્યારે બોલ્યા કે આ તો અમારા ગુરુ જે ગુજરાતના ખંભાતમાં છે તેમની કૃપા જૈન સાધુની સ્તુતિ જ્યારે સમ્રાટ સમક્ષ કરી ત્યારે સમ્રાટ બોલ્યા કે આવા ઓલિયાના મારે દર્શન કરવા છે બોલાવો તેમને ત્યારે કીધું કે તેઓ ચાલતા આવે છે પાલખી ઘોડા નો ઉપયોગ કરતા નથી કરતા અને પછી સમ્રાટ ગુજરાતના સુબાને વિનંતી ફરમાન મોકલાયો ફરમાનની જાણ સંપૂર્ણ જૈન સંઘો ને થઈ અને સૌ એકત્રિત થઈને પછી આચાર્ય ભગવંતને સમ્રાટની વિનંતી કરી અને શુભ સમય પર આનંદ મંગલ સાથે દિલ્હી તરફ આચાર્ય ભગવંત વિહાર કર્યો જ્યારે આચાર્ય ભગવંત દિલ્હી પધાર્યા ત્યારે તેમના સામૈયામાં 6,00,000 થી વધારે શ્રાવક અને શ્રાવિકા હતા વિચારજો કેવો આચાર્ય ભગવંત પ્રત્યે આદર સત્કાર પૂજ્ય ભાવ હશે. સામૈયું વિગેરે પૂર્ણ કરીને જ્યારે રાજા મહેલમાં પધાર્યા ત્યારે સમ્રાટ સામે આવ્યા અને સ્વાગત કર્યું જ્યારે મહેલમાં અંદર પ્રવેશ કર્યો ત્યારે ત્યાં જાજમ બિછાવી હતી આચાર્ય ભગવંત કીધું આ ગલીચો ઉઠાવી લો..! તો સમ્રાટ બોલ્યા કે આની નીચે કાંઈ કીડી કે મકોડા છે સુરી બોલ્યા હોઈ પણ શકે છે પછી થી તે ગલીચો લેવડાવવામાં આવ્યો. નીચે જોયું તો કીડીના ઢગલા આ જોઈને સમ્રાટ ઘણા જ આચાર્ય ને પામ્યા તથા સૂરી ઉપર માન ઉપજાનાર થયા પછી તો રોજ માટે ધર્મ ચર્ચા આદિમાં દિવસો પસાર થઈ રહ્યા છે.


સમ્રાટ પણ ધીમે ધીમે ધર્મ તરફ આકર્ષિત થઈ રહ્યા છે એકવાર સમ્રાટે સૂરીશ્વરજી ને કીધું પ્રભો...! મેં આપને ઠેઠ ગુજરાત થી અહીંયા બોલાવ્યા તેમાં પણ આપ પગે ચાલીને આવ્યા છો મેં આપને ઘણું કષ્ટ આપ્યું છે માટે આપ શ્રી ની જે પણ કાંઈ ઈચ્છા હોય તે "પ્રભો...! મને કંઈ કાર્ય બતાવો" મારા ઉપર ઉપકાર કરો જ્યારે સમ્રાટ તરફ થી અવાર નવાર આમ વિનંતી થતા સૂરીશ્વરજી બોલ્યા અમે નિર્ગંથ છીએ અમારે શું ..! જોઈએ પણ છતાંય તમારી આટલી ઈચ્છા હોવાથી અમારા જૈનો ના પર્વ એટલે પર્યુષણ પર્વ નિમિત્તે જ્યાં પણ તમારી "આણ" ચાલતી હોય ત્યાં "અમારી પર્વતન" કરાવો એટલે આ દિવસોમાં જીવ હિંસા આદિ સંપૂર્ણ બંધ ત્યારે સમ્રાટ મોટા આચાર્ય માં પડી ગયા કે તેઓ નિસ્પૃહી સાદું છે કે જેમને પોતાના માટે નહીં બીજાને માટે માંગ્યું અને સમ્રાટે બહાર દિવસની અમારી કરાવીને પોતાના જીવનમાં અને બીજા સમગ્ર પ્રજામાં ધર્મ દયાનું બીજારોપણ કર્યું જૈન ધર્મનો જય જય કાર કર્યો આ સૂરીશ્વરજી એટલે હિરસુરીશ્વરજી મહારાજ.... આજે આવ્યા પવિત્ર દિવસોમાં પર્યુષણ મહાપર્વમાં જૈન ધર્મ માટે મોટા પવિત્ર દિવસોમાં ગણાય છે તેમાં ખાસ પાંચ કર્તવ્ય મુખ્યત્વે છે જેમાં એક [1] અમારી પર્વતન [2] સાધમિઁક ભક્તિ [3] ક્ષમાપના [4] અટ્ઠમતપ [5] ચૈત્યપરિપાટી


આ પ્રમાણે પાંચ કર્તવ્ય જણાવેલા છે તથા વર્ષ દરમિયાન 11 કર્તવ્ય જણાવેલા છે અને પછી આગમ શિરોમણી કલ્પસૂત્ર નું અર્થ સહિત વાંચન થાય છે તેમાં મુખ્ય શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીનું જીવન વૃતાંત વિસ્તાર સહિત બતાવેલું છે બીજા પણ તીર્થકરોના જીવન વૃતાંત બતાવેલ છે અને મહાપુરુષોના જીવન કીધેલા છે અને છેલ્લા દિવસે એટલે સંવત્સરિ ના દિવસે આગમ શ્રી બારસા સૂત્ર નું વાંચન થાય છે પાપની આલોચના કરવા માટે પ્રતિક્રમણ કરવાનું રહે છે તથા ત્યારે વૈર ભાવને શમાવવા ક્ષમાપના નું અસર પરસ આદન પ્રદાન થાય છે આવા મંગલ પર્વ પર્યુષણ આપણા સૌના જીવનને આનંદ મંગલ કરનાર થાય છે


" પ્રસાદી "


વૈર ભાવકો નષ્ટ કરના હૈ...

સબસે પ્રેમ ભાવ રખના હૈ...

આયા હૈ પર્વ હમારા આજ...

સબકો દે તે હૈ મિચ્છામી દુક્કડમ ખાસ.."


91 views0 comments

Recent Posts

See All

Comments


bottom of page