Sada No Sathi
ગુરુદેવ વિશે વિશેષવાર્તા
નવ વર્ષના બાલ્યકાળમાં માતા-પિતાના સંસ્કારોથી પવિત્ર થઈને તેઓ સંપૂર્ણ પરિવાર સાથે આધ્યાત્મિક ભૂમિ એટલે જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરવા ચાલ્યા પરિવારમાં સૌથી નાના છે અને સૌના લાડકવાયા છે. ગુરુદેવના સાનિધ્યમાં રહીને ગુરુદેવને પોતાનું જીવન સમર્પિત કરીને જીવનનું ગુરુના પડછાયામાં બનાવી પોતાનું કલ્યાણ કર્યું. છોડ્યો સંસાર અને જોડી જગતની માયા નામ પણ છોડી નવું નામ ધારણ કર્યું એટલે પૂજ્ય ગુરુદેવ શ્રી મોક્ષ સુંદર મહારાજ સાહેબ જેવો અત્યારે "સાદા નો સાથી" ના નામે આપણા સૌની વચ્ચે ઓળખાય છે. આજે તેઓ શ્રી સંસારનો ત્યાગ કરીને સંયમ જીવનમાં એટલે દિક્ષા ધર્મમાં 24 વર્ષથી આરાધના સાધનામાં મસ્ત રહેલા છે. દીક્ષા લીધા પછી ગુરુ સંગાથે રહીને પોતાના જીવનને આધ્યાત્મક માર્ગમાં અગ્રીમ બનાવીને પ્રભુ અને ગુરુના માર્ગ ઉપર ચાલવા માટે હર ઘડી હર ક્ષણ કટિબધ્ધ બની રહ્યા છે જ્યાં જીવન સંપૂર્ણ સમર્પિત કર્યું તેવા ઉપકારી ગુરુદેવ શ્રી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સોમસુંદર સુરી મહારાજ સાહેબ જેમના ચરણ કમળમાં પોતાનું સંપૂર્ણ જીવન સમર પ્રીત કરીને તેઓની આજ્ઞા મુજબ સાધનાના માર્ગ પર ચાલી રહ્યા છે. પૂજ્ય ગુરુદેવ શ્રી એ પોતાના સંપૂર્ણ પરિવારમાં પોતાના માતૃશ્રી, ભાઈ-બહેન બધા એ જ સાથે સંસાર છોડીને ત્યાગના પંથે ચાલી નીકળ્યા છે. પોતાના મોટાભાઈ અને ગુરુ એટલે પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી શ્રુત સુંદર મહારાજ સાહેબ જેવો આધ્યાત્માની દુનિયામાં અગ્રેસર છે તથા પોતે સંસ્કૃત સાહિત્યની નવી રચના કરવામાં અગ્રેસર છે. પૂજ્ય ગુરુદેવ શ્રી પોતાના જીવનમાં ખાસ પ્રભુ ભક્તિ ગુરુ ભક્તિ ધર્મની ભક્તિમાં સદૈવ એગ્રીમ રહે છે. નવા સાહિત્યની રચના કરવી નવા સાહિત્ય માટે શોધખોળ કરવી સૌને સરળ ભાષામાં સમજાય તેવા માટે અવનવા લેખો લખવા કોઈને પણ અયોગ્ય દિશામાંથી જતા બચાવીને સત્ય દિશાનું ધ્યાન આપવું શાંતિના મારગ તરફ લઈ જવા સૌને મૈત્રી ભર્યા સંબંધ લખાવીને સૌને આત્મક કલ્યાણ તરફ લઈ જવા હર હંમેશા કટિબધ્ધ છે. ધર્મ ઉપર આવતા હર ક્ષણ સંકોટોનો સામનો કરવો તથા ધર્મનું રક્ષણ કરવું તેજ ધ્યેય છે. અહીં તેમો સૌને ધર્મનું સરળ અને સારી રીતે જ્ઞાન પ્રાપ્ત હેતુ પૂજ્ય ગુરુદેવ શ્રી "સદા નો સાથી" મહારાજ સાહેબ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થશે આધ્યાત્મની જાગૃતિ માટે જીવનના પરિવર્તન માટે ખાસ તમે સૌ રોજ માટે જોડાયેલા રહો તો જીવનમાં એક સાચી દિશા તરફ અચૂક થી જઈ શકશો માટે ખાસ ગુરુદેવ શ્રી ના જ્ઞાન સાથે જોડાયેલા રહો.